સારાંશ

અસંખ્ય સોશિયલ મીડિયા પોસ્ટ્સ એવો દાવો કરે છે કે ગોળ અને ચણા ખાવાથી એનિમિયા મટી જાય છે. અમે આની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ દાવો અડધો સાચો છે. અને આ દાવો કરનારા મોટાભાગના લોકો મહત્વના સંદર્ભને ચૂકી જાય છે.
દાવો
એક સોશિયલ મીડિયા પોસ્ટ કહે છે કે દરેક મહિલાએ ખાસ ખાવા જોઈએ દાળિયા સાથે ગોળ, તેનાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ.

ફેક્ટ ચેક
શું ગોળ અને ચણા એનિમિયાના દર્દીઓ માટે સારા છે?
હા. ગોળ આયર્નનો સારો સ્ત્રોત છે. તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર સુધારવામાં અને એનિમિયા સામે લડવામાં મદદ કરી શકે છે.
શું ગોળ અને ચણા એનિમિયા મટાડી શકે છે?
અમુક કિસ્સાઓમાં, હા. પરંતુ તમામમાં નહીં. નોંધનીય બાબત એ છે કે એનિમિયા કેટલું ગંભીર છે તે જાણવા એનિમિયાનું કારણ ખબર પડવું જરૂરી છે.
નિષ્ણાંતો કહે છે કે કુપોષણ અથવા શરીરમાં આયર્નની ઉણપના કારણે હલકો એનિમિયા ધરાવતા દર્દીઓને ગોળ-ચણાના આહારથી ફાયદો થઈ શકે છે. જો કે, એનિમિયા કુપોષણ સિવાય અન્ય કોઈ કારણસર હોય અથવા એનિમિયા ગંભીર હોય, તો ગોળ-ચણાના આહાર પર આધાર રાખવાની સલાહ અપાતી નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) વેબસાઈટ ઉલ્લેખ કરે છે, “એનિમિયા માટેના સૌથી સામાન્ય કારણોમાં પોષણની ઉણપનો સમાવેશ થાય છે, ખાસ કરીને આયર્નની ઉણપ, વિટામીન B12 અને Aની ઉણપ પણ મહત્વપૂર્ણ કારણો છે. જે અનીમીયા ઉપરાંત આ રોગો માટે કારણ બને છે. હિમોગ્લોબિનોપેથી અને ચેપી રોગો, જેમ કે મેલેરિયા, ટ્યુબરક્યુલોસિસ, એચ.આઈ.વી અને પરોપજીવી ચેપ.

ડૉ. અંબરીશ શ્રીવાસ્તવ, MBBS, MD સમજાવે છે, “તમને એનિમિયા શા માટે છે તે જાણવું અગત્યનું છે. જ્યારે આયર્નની ઉણપ એ એનિમિયાનું મુખ્ય કારણ છે, ત્યારે આપણે ગ્રામીણ ભારતમાં સંખ્યાબંધ કિસ્સાઓ જોઈએ છીએ જ્યાં આંતરડાના કૃમિને (જંતુને) કારણે એનિમિયા થાય છે. આવા કિસ્સાઓમાં તબીબ પાસે તપાસ કરાવવી જરૂરી છે. કુપોષણને કારણે એનિમિયા હોય અને હળવો હોય તેવા કિસ્સામાં ગોળ અને ચણા સહિતનો આયર્ન સમૃદ્ધ ખોરાક અમુક હદ સુધી મદદ કરી શકે છે. પરંતુ પછી ફરીથી, જો એનિમિયા મધ્યમથી ગંભીરની વચ્ચે હોય જ્યાં હિમોગ્લોબિનનું સ્તર 10 ની નીચે આવે છે, તો વ્યક્તિએ તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ. તે સમયે માત્ર ગોળ અને ચણા પર આધાર રાખવો જીવલેણ સાબિત થઈ શકે છે.”

ડૉ. એસ ક્રિષ્ના પ્રસંતિ, MBBS, MD (PGIMER) કહે છે, “આહાર દેખીતી રીતે હિમોગ્લોબિનના સ્તરને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગોળ આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે. લાલ માંસ, કઠોળ, કોળું વગેરે જેવા અન્ય ઘણા ખોરાકમાં પણ તેની હાજરી હોય છે. પરંતુ માત્ર આહારના આધારે એનિમિયાના ઉપચારની ભલામણ કરવામાં નથી આવતી. જો વ્યક્તિ ગર્ભવતી હોય અથવા ગંભીર એનિમિયાથી પીડિત હોય, તો માત્ર આહાર મદદ કરી શકે નહીં. દવા જરૂરી છે.”
Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.