Last Updated on February 27, 2023 by Neelam Singh
સારાંશ
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગર્ભાવસ્થા દરમિયાન પપૈયા ખાવાથી કસુવાવડ થાય છે. અમે તપાસ કરી અને આ દાવો મોટે ભાગે ખોટો હોવાનું જણાયું.
દાવો
સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો છે કે “ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ખાવાથી ગર્ભપાત થાય છે.
ફેક્ટ ચેક
શું ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ખાવાથી ગર્ભપાત થાય છે?
પહેલી વાત એ કે આ વિચારને સમર્થન આપ વા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. બીજું, વાસ્તવમાં પપૈયું એક પૌષ્ટિક ફળ છે જે સગર્ભા સ્ત્રીઓને વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરના સ્ત્રોત તરીકે મદદરૂપ થઇ શકે છે.
પરંતુ,અમુક પુરાવા એ ચોક્કસ નોંધે છે કે કાચું અથવા અડધું પાકેલું પપૈયું ખાવાથી ગર્ભાશય સંકોચાઈ શકે છે, જે ગર્ભાવસ્થા દરમિયાન હાનિકારક સાબિત થઇ શકે છે.
ઉંદરો પર કરવામાં આવેલા જૂના અભ્યાસના પરિણામો જણાવે છે કે પાકેલા પપૈયા એસ્ટ્રોસ ચક્રમાં અવરોધરૂપ બની શકે છે અને ગર્ભપાત માટેનું કારણ બની શકે છે. જો કે, જેમ જેમ ફળ પાકે છે તેમ તેમ આ ગુણધર્મ ઘટે છે. શરીરનું એક્ઝોજેનસ પ્રોજેસ્ટેરોન (એક હોર્મોન) ગર્ભાવસ્થા પર આંશિક રીતે પ્રતિકૂળ અસરોનો સામે લડે છે અને ગર્ભને વિકૃત થતા બચાવે છે.
અન્ય એક અભ્યાસ સૂચવે છે કે કાચા અથવા અડધા પાકેલા પપૈયામાં લેટેક્ષ હોય છે જે ગર્ભાશયના સંકોચનને પ્રેરિત કરીને ગર્ભાવસ્થાને જટિલ બનાવી શકે છે.
ડો. અલ્તમશ શેખ, કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ, ડાયાબિટોલોજિસ્ટ, અને મેટાબોલિક સુપર સ્પેશિયાલિસ્ટ, મસિના, પ્રિન્સ અલી ખાન હોસ્પિટલ, મુંબઈ, “પરંપરાગત અને સાંસ્કૃતિક રીતે, ઘણા વર્જિત ખોરાક ગર્ભાવસ્થા સાથે સંકળાયેલા છે. પપૈયું એ પ્રેગ્નન્સી માટેના સૌથી ચર્ચિત ફળોમાંનું એક છે. કાચું પપૈયું ગર્ભાવસ્થાના અમુક હોર્મોન્સમાં વિક્ષેપ લાવી શકે છે અને કેટલાક ગર્ભાશયના સંકોચનને પ્રેરિત કરી શકે છે, જો કે, ગર્ભપાત કરાવવા માટે તે અપૂરતું છે.”
તેથી, પાકેલા પપૈયાનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે અને ગર્ભાવસ્થા દરમિયાન તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. ટૂંકમાં, જ્યાં સુધી તમે બરાબર રીતે પપૈયા ખાઓ અને કાચા અથવા અડધા પાકેલા પપૈયાનું સેવન કરવાનું ટાળો, ત્યાં સુધી એવું માનવાનું કોઈ કારણ નથી કે તેનાથી ગર્ભપાત થશે.
Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.