તથ્ય જાંચ: શું જાસૂદ અને મેથીથી તરત જ વાળ વધવા લાગે છે? 

[shows_reviwer]
Published on:

સારાંશ

સામાજિક મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં જાસૂદ (હિબિસ્કસ) આધારિત રેસિપીથી વાળ ઝડપથી વધવાનો દાવો કરવામાં આવ્યો છે. અમે આ દાવાની ચકાસણી કરી, અને જાણવા મળ્યું કે તે મોટાભાગે ખોટો છે.

rating

દાવો

ઈન્સ્ટાગ્રામ પરની એક લોકપ્રિય પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે લીમડાના પાન (કઢી પત્તા), મેથીના દાણા અને જાસૂદથી બનેલો હર્બલ ઉપાય વાળના વિકાસને ઉત્તેજન આપે છે. સ્વસ્થ વાળ માટે કુદરતી ઘટકોનો ઉપયોગ કરવો સામાન્ય બાબત છે, પણ “વાળના સૌથી ઝડપી વિકાસ માટે ઘરેલુ ઉપાય” જેવું કેપ્શન ભ્રામક હોઈ શકે છે.

Hair growth claim

તથ્ય જાંચ

વાળના ફોલિકલનો વિકાસ” એટલે શું? એની વાળની લંબાઈ સાથે શું સંબંધ છે?

આપણી ત્વચાની અંદર વાળના ફોલિકલ (મૂળિયાં) હોય છે, જ્યાંથી વાળ ઊગે છે. દરેક વાળના મુખ્યત્વે બે ભાગ હોય છે:

  • વાળનો ઉપરનો ભાગ (શાફ્ટ): જે આપણને ત્વચાની બહાર દેખાય છે.
  • વાળનું મૂળ (રૂટ): આ ત્વચાની અંદર હોય છે અને ફોલિકલથી ઘેરાયેલું હોય છે. ફોલિકલનો સૌથી નીચેનો ગોળાકાર ભાગ “હેર બલ્બ” કહેવાય છે, જ્યાં નવા વાળ બને છે.

વાળના ફોલિકલનું ચક્ર ત્રણ તબક્કામાં ચાલે છે:

  1. એનાજન (વૃદ્ધિનો તબક્કો)
  2. કેટાજન (સંક્રમણનો તબક્કો)
  3. ટેલોજન (આરામ અને વાળ ખરવાનો તબક્કો)

વાળની લંબાઈ મુખ્યત્વે એનાજન તબક્કો કેટલો લાંબો ચાલે છે એના પર આધાર રાખે છે. આ સમય દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોય છે અને ઉંમર, હોર્મોન્સ, શરીરની એકંદર તંદુરસ્તી અને વારસાગત (જિનેટિક) બાબતો પર નિર્ભર કરે છે.

લાંબા વાળ રાખવાની ઈચ્છા સૌંદર્ય, સંસ્કૃતિ કે વ્યક્તિગત પસંદગીના કારણે હોઈ શકે છે. પણ લાંબા વાળ મેળવવા માટે વાળ તૂટ્યા કે બગડ્યા વગર સતત વધવા જરૂરી છે. એટલે વાળનો કુદરતી વિકાસ જ મહત્તમ લંબાઈ નક્કી કરે છે, અને સારી કાળજી માત્ર એ લંબાઈ જાળવવામાં મદદ કરે છે.

શું જાસૂદ (હિબિસ્કસ), મેથીના દાણા અને લીમડાના પાન (કઢી પત્તા)થી બનેલી રેસિપી ખરેખર વાળ ઉગાડવામાં અસરકારક છે?

ના, બરાબર નહીં. હર્બલ (વનસ્પતિ આધારિત) ઉપાયો સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે, પણ વાળનો વિકાસ હોર્મોન્સ, ઉંમર, પોષણ, જિનેટિક્સ અને માથાની ત્વચાની તંદુરસ્તી જેવી ઘણી બાબતો પર આધારિત છે.

આ ત્રણેય મળીને વાળના ફોલિકલ મજબૂત કરી શકે, માથાની ત્વચામાં લોહીનું પરિભ્રમણ સુધારી શકે અને સોજો ઘટાડી શકે  પણ આ બધા ફાયદા હજુ સુધી માત્ર શરૂઆતના અભ્યાસો કે પ્રાણીઓ પર થયેલા સંશોધનમાં જ જોવા મળ્યા છે. મનુષ્યો પર મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલ થવા હજુ બાકી છે.

Dr Rashi Soni, Dermatologist

મુંબઈની રાશી હોસ્પિટલના સહ-સ્થાપક ડૉ. રાશી સોની જણાવે છે કે વાળ સામાન્ય રીતે મહિને લગભગ અડધો ઈંચ જ વધે છે. ઘરે બનાવેલી કોઈ પણ રેસિપીથી આ પ્રક્રિયા ખૂબ ઝડપી થઈ જાય એવું માનવું વાસ્તવિક નથી, અને આવા મોટા દાવાને સાબિત કરતા પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નથી , એટલે આ દાવો ચોક્કસપણે અતિશયોક્તિભર્યો છે.

એ સમજવું જરૂરી છે કે વાળના વિકાસમાં ઘણા પરિબળો ભાગ ભજવે છે, અને એકલી ઘરેલુ રેસિપી બધું જ ઠીક ન કરી શકે. પોષણયુક્ત આહાર, વાળની યોગ્ય કાળજી અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહ , આ બધું સાથે મળીને વાળના સ્વસ્થ વિકાસમાં મદદ કરે છે. જો વાળ ખરવાની સમસ્યા ગંભીર હોય, તો ઘરેલુ ઉપાય કરતા પહેલાં ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.

શું કોઈ હર્બલ રેસિપી છે જે ઝડપથી વાળ ઉગાડવાની ખાતરી આપે?

ના, બરાબર નહીં. રોઝમેરી, ગ્રીન ટી, જિનસેંગ, એલોવેરા અને સો પામેટો જેવી કેટલીક વનસ્પતિઓ વાળની ઘનતા વધારવામાં, વાળ ખરવાનું ઘટાડવામાં અને એનાજન તબક્કો લંબાવવામાં મદદરૂપ થઈ શકે છે. પણ આ “ઝડપી વિકાસ” કરાવતા સપ્લિમેન્ટ્સ નથી , એ ધીમે-ધીમે સોજો ઘટાડીને, માથાની ત્વચામાં લોહીનું પરિભ્રમણ સુધારીને કામ કરે છે. વળી, આ વનસ્પતિઓ પરના મોટાભાગના અભ્યાસો નાના, ટૂંકા સમયગાળાના અથવા લાંબા ગાળાના પરિણામો વગરના છે.

વાળનો વિકાસ વાળના ફોલિકલના કુદરતી ચક્ર પ્રમાણે જ થાય છે , એટલે વાળ ઉગવાની પ્રક્રિયા ધીમી અને ક્રમશઃ હોય છે, અચાનક નહીં, અને હર્બલ ઉપાયોથી એમાં ખાસ ફેરફાર થતો નથી. ઉપરાંત, અલગ-અલગ હર્બલ પ્રોડક્ટ્સમાં માત્રા, રચના અને અસરકારકતામાં ઘણો ફરક હોય છે.

Dr Sachin Gupta, Dermatologist, Amrita Hospital

AIIMS દિલ્હીમાંથી MBBS અને ડર્મેટોલોજીમાં MD કરેલા ડૉ. સચિન ગુપ્તા ભારપૂર્વક કહે છે કે વાળનો વિકાસ ઝડપી કરવાનો કોઈ ત્વરિત ઉકેલ નથી. ફક્ત અનિયંત્રિત (unregulated) ફોર્મ્યુલેશન પર આધાર રાખવો અસરકારક નહીં હોય, કારણ કે વાળનો વિકાસ હોર્મોનમાં ફેરફાર, પોષણ, વારસાગત બાબતો અને શરીરની એકંદર તંદુરસ્તી જેવા ઘણા પરિબળોથી પ્રભાવિત થાય છે.

લાંબા વાળ મેળવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે?

લાંબા અને સ્વસ્થ વાળ મેળવવા માટે શરીરની અંદરની અને બહારની , બંને બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ડૉક્ટર વાળના અપૂરતા વિકાસનું ચોક્કસ કારણ શોધવામાં મદદ કરી શકે છે , જેમ કે પોષણની ઉણપ, જિનેટિક કારણો, હોર્મોનલ અસંતુલન કે માથાની ત્વચાની કોઈ સમસ્યા.

આ ઉપરાંત, નીચેના ટેસ્ટ કરાવવાથી વાળના વિકાસમાં અવરોધનું કારણ ખબર પડી શકે:

  • ફેરિટિન (આયર્નનું સ્તર)
  • વિટામિન D
  • વિટામિન B12
  • થાયરોઈડ ફંક્શન ટેસ્ટ

જરૂરિયાત મુજબ ડૉક્ટર ટોપિકલ મિનોક્સિડિલ, લો-લેવલ લેસર થેરાપી અથવા વૈજ્ઞાનિક રીતે સાબિત ન્યુટ્રાસ્યુટિકલ્સ સૂચવી શકે છે.

ર્બલ ઉપાયો સારવારને સપોર્ટ કરી શકે છે, પણ એ તબીબી સારવારનો વિકલ્પ ન બની શકે. એટલે લાંબા વાળ મેળવવા માટે વ્યક્તિની જરૂરિયાત મુજબ, ડૉક્ટરની દેખરેખ હેઠળ યોગ્ય પદ્ધતિ અપનાવવી જોઈએ.

હર્બલ ફોર્મ્યુલા વાળના ઝડપી વિકાસ માટે કોઈ ચમત્કારિક ઉપાય નથી, પણ જેઓ હળવા (gentle) અને કુદરતી વિકલ્પો પસંદ કરે છે, એમના માટે એ ઉપયોગી પૂરક બની શકે છે. તેથી ફક્ત અનિયંત્રિત હર્બલ ઉપાયો પર આધાર રાખવો યોગ્ય નથી; એના બદલે, વૈજ્ઞાનિક રીતે સાબિત સારવાર સાથે જરૂર પડે ત્યાં હર્બલ સપોર્ટ ઉમેરવો , આ સંતુલિત અભિગમ વધુ સમજદારીભર્યો છે.

Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at factcheck@thip.in. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.

Disclaimer
Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at factcheck@thip.in. You can further read our Correction Policy here. Nothing in the content, product, or service should be considered or used as a substitute for medical advice, diagnosis, or treatment. We do not endorse or promote any medical, nursing, or other professional healthcare advice, diagnosis, or treatment against the advice of their family physician. Read our Full Disclaimer Here for further information.

More in

Questions
Fact Check
Interviews
Stories
Videos

READ MORE