ફેક્ટ ચેક : શું કેળાના ફૂલ દ્વારા એનીમિયા સારો થઇ શકે છે?

Published on:

સારાંશ

rating

એક સોશિયલ મીડિયા પોસ્ટ સૂચવે છે કેળા ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તે શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. એ જ રીતે, કેળાના ફૂલમાં પણ ઔષધીય ગુણધર્મો છે. અમે આ દાવાઓનું મૂલ્યાંકન કર્યું. અમારા તારણો દર્શાવે છે કે આ દાવો માત્ર અડધો સાચો છે.

દાવો

એક લેખ એવો દાવો કરે છે કે કેળાના ફૂલ એનિમિયાને મટાડી શકે છે. લેખ કહે છે, “કેળાના ફૂલમાં છુપાયા છે સ્વાસ્થ્યના રાજ, લોહીની કમી કરશે દૂર.”

banana flower

ફેકટ ચેક

શું કેળાના ફૂલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

હા. કેળાના ફૂલોને ઘણીવાર કેળાના હૃદય તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિસ્પ, ખોખલું અથવા સ્વાદમાં સ્ટાર્ચયુક્ત હોઈ શકે છે. પુરાવા જણાવે છે કે આ અપવાદરૂપે પૌષ્ટિક ખાદ્ય ફૂલો છે. અને તેમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, મિનરલ્સ, વિટામીન A, E અને C તેમજ એન્ટીઓક્સીડેન્ટ્સ વધારે હોય છે. તેમના ગુણધર્મોને કારણે, તેનો ઉપયોગ બ્રોન્કાઇટિસ, અલ્સર અને કબજિયાતની સારવાર માટે થઈ શકે છે. આ ઉપરાંત, તેઓ લોહીમાં ખાંડના સ્તરને ઘટાડવામાં અને હિમોગ્લોબિનના સ્તરને વધારવામાં મદદરૂપ થઇ શકે છે. તે માસિક પ્રવાહમાં ઘટાડો, સ્નાયુમાં ખેંચાણ, હાડકાના સ્વાસ્થ્યમાં પણ મદદ કરે છે અને સ્તનપાન કરાવતી માતાઓમાં દૂધના પુરવઠામાં પણ મદદ કરે છે. એ પણ છે કે આ ઓછા ખર્ચમાં મળતી કૃષિ આડપેદાશ છે. અને વિવિધ પ્રકારની કિચન પ્રોડક્ટ તેમજ નિર્જલીકૃત પાવડર બનાવવા માટે કાર્યરત થઈ શકે છે.

શું કેળાના ફૂલો એનિમિયાના ઉપચારમાં ફાળો આપી શકે છે?

હા. આ એક અસરકારક ખોરાક છે જેનાથી ઔષધીય તેમજ પોષકીય બંને લાભ મળે છે. કેળાના ફૂલોમાં મેક્રો અને માઈક્રો બંને ઘટકો વધુ હોય છે. આ ખાદ્ય વનસ્પતિ ઘટક આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ ઉપરાંત, એવા પુરાવા છે કે કેળાના ફૂલની તૈયારીમાં આયર્ન સામગ્રી વ્યક્તિની દૈનિક આયર્નની જરૂરિયાત પૂરી પાડી શકે છે. આમ, કેળાના ફૂલોમાં જે આયર્ન છે તે શરીરની આયર્નની જરૂરિયાત પૂરી કરી શકે છે. એનિમિયાના લક્ષણોને દૂર કરવામાં આ એક મહત્વપૂર્ણ યોગદાન છે. જેમાં મુખ્યત્વે થાક, અનિયમિત ધબકારા, નિસ્તેજ ત્વચા વગેરેનો સમાવેશ થાય છે. આમ, કેળાના ફૂલનું સતત અને સંતુલિત સેવન લાલ રક્તકણોના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. પરિણામે, આયર્નની ઉણપ ધરાવતા એનિમિયાથી પીડિત લોકોને આ અવિશ્વસનીય રીતે ફાયદાકારક થઇ શકે છે.

શું કેળાના ફૂલો એનિમિયાની સંપૂર્ણ સારવાર કરી શકે છે?

આ વાત પુરેપુરી સાચી નથી. એનિમિયા એક પ્રકારની લોહીની સ્થિતિ છે. આયર્નની ઉણપ, ઘાતક, એપ્લાસ્ટીક અને હેમોલિટીક એનિમિયા તેના કેટલાક સ્વરૂપો છે. આ ઉપરાંત, તેમાંના કેટલાક ઓછા હાનિકારક હોઈ શકે છે, પરંતુ બીજા ગંભીર અથવા જીવલેણ પણ હોઈ શકે છે. એનિમિયાના આ અલગ અલગ પ્રકારો અલગ અલગ જોખમી કારણો સાથે સંકળાયેલા છે. આમ, એનિમિયાના ઉપચારમાં લાલ રક્તકણોમાં વધારો, લક્ષણોમાં રાહત, એનિમિયાની ગૂંચવણો ઘટાડવી અને આ રીતે જીવનની એકંદર ગુણવત્તા વધારવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સામાન્ય એનિમિયાની સારવારમાં આહારમાં ફેરફાર અને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ દ્વારા કરી શકાય છે. બીજી તરફ, ગંભીર એનિમિયાની સારવાર દવાઓ, લોહી ચઢાવીને અને અમુક કિસ્સાઓમાં પેથોલોજીના ઉપયોગથી પણ કરવામાં આવે છે.

આમ, કેળાના ફૂલો આયર્નની ઉણપથી થતા હળવા એનિમિયાના લક્ષણોમાં મદદ કરી શકે છે. જો કે, એવા કોઈ પુરાવા નથી કે એકલા કેળાના ફૂલો ગંભીર અથવા જીવલેણ એનિમિયાના કેસોમાં મદદરૂપ થાય છે.

કેમ માત્ર પોષણ પર આધાર રાખવો એ એનિમિયા માટે જોખમી છે?

ત્રણ મુખ્ય પદ્ધતિઓ એનિમિયામાં ફાળો આપે છે. આમાં RBC વિકસાવવામાં નિષ્ફળતા, RBCનો વધુ પડતું ધોવાણ અને લોહીની ઘટનો સમાવેશ થાય છે. પોષણની ઉણપને કારણે થતો એનિમિયા એ વિશ્વભરમાં એનિમિયાનું મુખ્ય કારણ છે. આ છુપી બિમારીઓ હેઠળ રહે છે અને સંભવતઃ વારસાગત સમસ્યાઓ છે. એનિમિયા મેનેજમેન્ટ માત્ર પોષણ પૂરતું મર્યાદિત નથી, તેમાં આહારમાં ફેરફાર સાથે મેડીકલ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તે સ્વીકારવું મહત્વપૂર્ણ છે કે પોષક આહારથી જો આ લક્ષણો દુર નથી થતા તો ફીઝીશ્યનની મુલાકાત લેવી જરૂરી છે.

Disclaimer: Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can futher read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.

Disclaimer
Medical Science is an ever evolving field. We strive to keep this page updated. In case you notice any discrepancy in the content, please inform us at [email protected]. You can further read our Correction Policy here. Never disregard professional medical advice or delay seeking medical treatment because of something you have read on or accessed through this website or it's social media channels. Read our Full Disclaimer Here for further information.

151,311FansLike
1,145FollowersFollow
250SubscribersSubscribe

READ MORE

Subscribe to our newsletter

Stay updated about fake news trending on social media, health tips, diet tips, Q&A and videos - all about health